એક પુખ્ત વયની યુવાન સ્ત્રી હાયપર ટેન્શનની દવાઓ લેતી હોવા છતાં પણ અનિયંત્રિત હાયપર ટેંશનના ઈલાજ માટે તપાસ કરાવવા આવી.
તપાસમાં જાણવા મળ્યું કે તેમને “paraganglioma” નામની ગાંઠ છે.
આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી એક રેર પ્રકારની ગાંઠ હોય છે. આ પ્રકારની ગાંઠ થઇ હોય તો પેશન્ટનું બ્લડપ્રેશર ખુબ જ વધારે રહે છે, સતત માથાનો દુખાવો તથા સ્ટ્રોક આવવાનું જોખમ પણ રહે છે.
પેશન્ટને આ ગાંઠ શરીરની મેઈન શીરા IVC (Inferior Vena Cava) પર કિડનીના મુખ અને નળી તથા નાનાં આંતરડાના એક ભાગ પર ચોટેલી હતી. આ ગાંઠ ખુબ જ vascular હતી. ઓપરેશન દરમિયાન બ્લડ સપ્લાય કરતી બધી જ નળીઓને બારીકાઇથી ગાંઠથી છૂટી કરી અને શરીરના બીજા અંગોને પણ નુકશાન ના પહોંચે એનું ખુબ જ ધ્યાન રાખવામાં આવ્યું. જેવું ગાંઠ ને ટચ થાય કે પેશન્ટનું બ્લડપ્રેશર વધી જતું હતું. જેથી ઓપરેશન દરમિયાન ધ્યાન રાખ્યું કે પેશન્ટનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે. ઓપરેશન કરતી વખતે પેશન્ટને એનેસ્થેસિયા આપવામાં પણ બારીકાઇથી ધ્યાન આપવામાં આવ્યું હતું.
ડો. યશ વૈદ્ય એ તેમના અનુભવો તથા આવડતથી આ પ્રકારનું જટિલ ઓપરેશન લેપ્રોસ્કોપી દ્વારા ફક્ત 3 થી 4 નાના કાણાં પાડીને સફળતાપૂર્વક પાર પાડ્યું. ઓપરેશન પછી પેશન્ટને બ્લડ પ્રેશરની દવા લેવાની જરૂર પણ ના પડી અને ત્રીજા જ દિવસે રજા પણ આપી દીધી. બહુ જ જલ્દી પેશન્ટ એમની નોર્મલ લાઈફમાં પાછા આવી ગયા.